ભારતીય વાયુસેનાના વડા ધનોઆને જામનગર એરફોર્સ સ્ટેશન પર ગાર્ડ ઑફ ઓનર અપાયું

ઈન્ડિયન એરફોર્સના વડા બી.એસ.ધનોઆ અને તેમના પત્ની બે દિવસની જામનગરની મુલાકાતે આવ્યા હતા. મંગળવારે જામનગર પહોંચેલા એર ચીફ માર્શલ ધનોઆને જામનગર એરફોર્સ સ્ટેશન પર ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

જામનગર એરફોર્સ સ્ટેશનના કમાન્ડીંગ ઓફિસર સંજય ચૌહાન દ્વારા એર ચીફ માર્શલનું સ્વાગત કરવામા આવ્યું હતું. એરફોર્સ ચીફ બી.એસ.ધનોઆએ બે દિવસ દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશનના વિવિધ વિભાગો અને સ્કવોર્ડની મુલાકાત કરી હતી.