આ ગુજરાતીએ કરી છે ક્રાંતિકારી ગેજેટ્સ USBની શોધ, નથી લીધો એક પણ રૂપિયો
વિશ્વમાં આજે 10 અબજથી વધારે USB(યુનિવર્સલ સીરિયલ બઝ)નો ઉપયોગ કરવામાં આવે છે. આજે લગભગ કોઈ પણ ગેજેટ્સનો ઉપયોગ કરવા માટે યુએસબી એક આવશ્યક માધ્યમ બની ગયું છે, પરંતુ શું તમે જાણો છો કે તેની શોધ કોણે કરી હતી? જી હા, આજે અમે જણાવી રહ્યા છીએ યુએસબીની શોધ સાથે સંકળાયેલા કમ્પ્યૂટર આર્કિટેક્ટ અજય ભટ્ટ વિશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા અજય ભટ્ટે આ ક્રાંતિકારી ઉપકરણની શોધ કરી હતી. 26 વર્ષ સુધી કમ્પ્યૂટર જાયન્ટ ઇન્ટેલ કંપની સાથે સંકળાયેલા ગુજ્જુ ઇન્વેન્ટર અજય ભટ્ટે આ શોધ માટે એક રૂપિયો પણ લીધો નથી.