અધવચ્ચે અભ્યાસ છોડી શરૂ કર્યો બિઝનેસ, આજે કરોડોના મશીન બનાવે છે આ ગુજરાતી

ગુજરાતના રાજકોટને મશીન ટૂલ્સ માટેના વેપાર અને આયાત-નિકાસનું હબ ગણવામાં આવે છે. રાજકોટમાં અસંખ્ય મશીન ટૂલ્સ બનાવતી કંપનીઓ પોતાની પ્રોડક્ટ દેશ-વિદેશમાં સપ્લાય કરે છે. રાજકોટમાં આવી જ એક જ્યોતિ સીએનસી કંપની છે. જેના ફાઉન્ડર પરાક્રમસિંહ જાડેજાએ આકરી મહેનત અને સચોટ કામગીરીના કારણે થોડા જ વર્ષોમાં જબરી સફળતા મેળવી છે. એટલુ જ નહીં ફ્રાન્સની દોઢ સદી જૂની જાયન્ટ યુરોન કંપનીને પણ ટેકઓવર કરી.

1985માં અનામત આંદોલન વખતે 12માં ધોરણની પરીક્ષા પાછી ઠેલાતા પરાક્રમસિંહ અભ્યાસ છોડીને રમત-ગમત તરફ વળ્યા હતા. બાદમાં વર્ષ 1989માં માત્ર 33 હજાર જેવી મામૂલી રકમની લોન દ્વારા પોતાના મશીન-ટૂલ્સ બિઝનેસના શ્રીગણેશ કર્યાં હતા. પરાક્રમસિંહ જાડેજા આજે 25થી વધારે દેશોમાં જ્યોતિ સીએનસીના મશીન સપ્લાય કરે છે.