દુનિયાનાં સૌથી દુર્ગમ સ્થળ પર મળી આવ્યું પ્લાસ્ટિક

જગ્યાનું નામ છે. પોઈન્ટ નિમો. પોઈન્ટ નિમો પર જ્યાં દુર દુર સુધી માનવ વસવાટ નથી. ત્યાં માઈક્રો પ્લાસ્ટિક મળી આવતાં પર્યાવરણ શાસ્ત્રીઓમાં ચિંતા પેઠી છે. પ્લાસ્ટિક એક એવો પદાર્થ છે. જે ઓક્સિજન પછી માનવીનાં સૌથી વધુ સંપર્કમાં આવતો પદાર્થ છે. તેની ખાસીયત જ તેની ખામી છે. પ્લાસ્ટિક કયારેય વિઘટન નથી પામતુ.

વાત જાણે એમ છે કે પૃથ્વી પરનાં સૌથી દુર્ગમ સ્થળ પોંઈટ નિમો પર માઈક્રો પ્લાસ્ટિકની હાજરી નોંધાતા પર્યાવરણ શાસ્ત્રીઓનાં મનમાં ચિંતા પેઠી છે. આ માત્રા 26 પર ક્યુબ મીટર છે.

પોઈન્ટ નિમોની શોધ 1992માં હાર્વેજ લુકાટેલાંએ કરી હતી. ત્યાં પહોંચવું ખુબ જ દુર્ગમ છે. આ એક એવો સામુદ્રીક ધ્રુવ છે, જ્યાં જીવન શક્ય જ નથી. કોઈપણ દિશામાં દરિયા કિનારો એટલે કે જમીન પોંઈટ નિમોથી 1600 કિમી. દુર છે. આ જગ્યા દક્ષિણ પેસેફિકમાં 48અંશ 52.6 ‘ s થી 123.23.6 વિસ્તારમાં આવેલો છે. આનો સીધો અર્થ એ થાય કે મહાસાગરોનો સૌથી વણખેડાયેલો ભાગ પ્રદુષિત થઈ રહ્યો છે. આમ છતાં તે માનવ વસવાટોવાળા દરિયા કિનારાથી નજીક આવેલાં વિસ્તારો કરતાં ઓછો પ્રદુષિત છે. જેમકે દક્ષિણ ચીની સમુદ્રમાં આ પ્રમાણ 357 પાર્ટિકલ પર ક્યુબ મીટર છે. બ્લુપ તરીકે ઓળખાતા નિમો પોઈન્ટ કૃત્રિમ ઉપગ્રહનાં ટુકડાઓ ત્યાં પડે તે રીતે તોડવામાં આવે છે. આ ઘટનાથી માઈક્રો પ્લાસ્ટિક પર કડક પગલાની ખાસ જરુર નોંધાઈ છે.