શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા આયોજીત

રવિવાર, ૧૯- નવેમ્બર ૨૦૧૭ શૈક્ષણિક સન્માન સમારંભના કાર્યક્રમમાં પધારેલ સન્માનિત વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તેમના વાલીઓ તેમજ આમંત્રિત સર્વે મહાનુભાવો અને પધારેલ જ્ઞાતિજનોનો સંસ્થા હાર્દિક આભાર માને છેવિદ્યાર્થીઓના કલર ફોટોવાળી બુક મળશે
શૌક્ષણિક સન્માન સમારંભના ૮૨૩ વિદ્યાર્થી ભાઈ-બહેનોના કલર ફોટો અને ટુંકા બાયોડેટાવાળી બુક બનાવેલ છે જે બુક સંસ્થાની નવી ઓફિસેથી મળશે.
> આ બુક સામાજિક કામમાં ઉપયોગી થાય તે હેતુથી બનાવી છે જેથી ઘરદીઠ એક જ બુક જયાં સુધી સ્ટોકમાં હશે ત્યા સુધી આપવામાં આવશે.
> આ બુક લેવા ઘરની વ્યક્તિ સિવાય અન્ય વ્યક્તિ કે દુકાનનો માણસ આવે તો જે વ્યક્તિને બુક જોઈતી હોય તેનું પુરૂ નામ, અટક, ગામ અને એરિયા, ફોન નંબર/મોબાઈલ નંબર લખીને મોકલવા નમ્ર વિનંતી.
> આ બુકનો ગેર ઉપયોગ થાય નહીં કે ગેરવલ્લે જાય નહીં તેની ખાસ કાળજી રાખશો.