શ્રી વાગડ કલા કેન્દ્ર મુંબઈ દ્વારા આયોજીત ૫૩ મો ફ્રી-મફત મેડિકલ અને સર્જીકલ કેમ્પ શનિવાર, ૨૨-ઓગસ્ટ અને રવિવાર, ૨૩-ઓગસ્ટના યોજાયો હતો.
આ કેમ્પના દાતા ચિ. આકાશની મધુર સ્મૃતિમાં હસ્તે શ્રી અરવિંદ પોપટલાલ ગડા (આધોઈ) ના આર્થિક સહયોગથી શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ધી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રીલીફ ફંડ શ્રી વાગડ વેલફેર સોસાયટી હોસ્પિટલ ભચાઉ મધ્યે યોજાયો.

સ્ત્રીરોગના દર્દીઓ માટે જુદે જુદે સ્થળે ચેકઅપ સેન્ટર રાખવામાં આવ્યા હતા. નખત્રાણા-અંજાર-રાપર-આડેસર આ ચાર સ્થળો ખાતે ચેકઅપ સેન્ટર રાખવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં સ્ત્રીરોગના-૨૧૬, મેડીકલના-૭૨, ઈ-એન-ટી-૨૫ એમ ૩૧૩ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. તેમાં સ્ત્રીરોગના-૧૮ અને ઈ.એન.ટી ના-૧ આમ ટોટલ ૧૯ ઓપરેશનો થયા હતા. આ કેમ્પમાં દર્દીઓના ૬૫ એક્ષ-રે અને ૨૨ દર્દીઓના પેથોલોજી લેબોરેટરીના ૭૮ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. હવે પછીનો આગામી કેમ્પ તા-૨૬-૯ અને ૨૭-૯ ના યોજવામાં આવશે.

તેમાં યુરોલોજી (કિડની ના રોગો), પ્લાસ્ટીક સર્જરી, જનરલ સર્જરી, આંખની કીકી બદલાવાના ઓપરેશન, ઓક્યુપેશન થેરાપીસ્ટ અને મેડીસીનના દર્દીઓની સારવાર કરવામાં આવશે અને દર મહીને આવા અન્ય રોગોના કેમ્પ યોજાશે.










મોટા ફોટો જોવા અહીં ક્લીક કરો


##NOTE## ##ADVT##