શ્રી વાગડ ગ્રેજ્યુએટ્સ એસોસિએશન (SVGA)
સંચાલિત
વન અપ - કેનોરીટા કાઉન્સેલીંગ સેન્ટર

૧) કાઉન્સેલીંગ એટલે શું?
કાઉન્સેલીંગ એટલે દીવાદાંડી.. કાઉન્સેલીંગ એટલે અંધારામાં આગળ વધવા માટે હાથમાંની ટોર્ચ, કાઉન્સેલીંગ એટલે ભવિષ્યની પેઢીનો સાર્વત્રિક વિકાસ, કાઉન્સેલીંગ એટલે પાયાના પથ્થરો ગોઠવવાની પ્રક્રિયા, કાઉન્સેલીંગ એટલે તમને તમારા બાળકોથી નજીક લઈ જવાની પ્રકિયા, કાઉન્સેલીંગ એટલે પોતાની અંદરના મહાસાગરમાં ડુબકી લગાવીને જીવન મુલ્યોના મોતી કાઢવાનો આયામ.

૨)શું કાઉન્સેલીંગ કરાવીએ એટલે તમારુ બાળક પ્રોબ્લેમેટીક છે?
બિલકુલ નહિ. બાળક માં કોઈ તકલીફ હોય તો જ કાઉન્સેલીંગની જરૂર પડે તે વાત જુની થઈ ગઈ, હવે તો તમારા બાળકની આંતરિક શક્તિઓને ખીલવવી હોય, તેના રસ ને સંબંધિત કોર્સિસની માહિતી મેળવવી હોય કે તેના મનના મુંઝવણો, ટેન્શન કે કોઈપણ વિષયને લગતો ડર પણ કાઉન્સેલીંગ દ્વારા દુર થઈ શકે છે. આમ કાઉન્સેલર બાળકને સપોર્ટ કરે છે. કોઈ ટ્રીટમેન્ટ નહિ, કાઉન્સેલર એ સલાહકાર છે ડોક્ટર નથી.

૩) કાઉન્સેલીંગનું ભવિષ્ય એટલે SVGA કાઉન્સેલીંગ સેન્ટર.
SVGA ની દાદર સ્થિત નવી ઓફિસમાં કાઉન્સેલીંગ સેન્ટરમાં Aptitude Test, I-Q Test, Psychological Evaluation, Learning Disabilities, Personality Test દ્વારા વિધાર્થીમાં રહેલ રૂચી, ક્ષમતા, તેમનું વ્યક્તિત્વ ને વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા જાણી શકાશે. જેમાં પ્રોફેશનલ કાઉન્સેલરો જેવું જ ઉંચી ગુણવત્તાનું કાઉન્સેલીંગ પરંતુ વ્યાજબી દરે વાગડ સમાજ ના કાઉન્સેલરોના માર્ગદર્શન હેઠળ મળશે.

Rate Chart:
Counselling Per Person - Rs. 200
Family Counselling - Rs. 400
Aptitude Test With 1 to 1 Counselling (2 Session) - Rs. 200
Personality Test - Rs. 400
I-Q Test - Rs. 750
LD Test - Rs. 800
LD with I-Q Test - Rs. 1500


કાઉન્સેલીંગ માટે અપોઇન્મેન્ટ લેવી જરૂરી છે.
સ્થળઃ SVGA ઓફીસ , દાદર (વેસ્ટ)
SVGA કોન્ટેક્ટ નંબરઃ 02224327842/ 09022313382


અન્ય વિગત માટે સંપર્કઃ
ડૉ. ગીરધન પોપટલાલ ગડા (ચેરમેન) - 09820450771
શ્રીમતી કલ્પનાબેન જયેશ ગીંદરા (કન્વીનર) - 09821481247
શ્રી કુણાલ વેલજી ફુરીયા (કો-કન્વીનર)- 09867027644


કાઉન્સેલીંગ સેન્ટર ના સંયુકત દાતાશ્રીઓ

માતુશ્રી પુંજીબેન હરઘોર ભચુભાઈ કારીયા(સુવઈ)

અને
માતુશ્રી રામુબેન ભચુભાઈ ભીમાભાઈ રીટા (લાકડીયા)