*** "શ્રી નવકાર મહામંત્ર" ***
> નવપદ અને અડસઠ અક્ષરોથી અલંકૃત એવો આ"નમસ્કાર મહામંત્ર " ચૌદપૂર્વનો સાર તથા સમ્યગ ઉદ્વાર છે. શ્રી વીર પ્રભુએ ફરમાવેલ જિનશાસન નો સંપૂર્ણ સાર એટલે આ શાશ્વતો "શ્રી નવકાર મહામંત્ર".
> જે પાપરૂપી પર્વતને ભેદવા વજ્ર સમાન, કર્મરૂપી વનને બાળવા પ્રચંડ દાવાનળ સમાન, દુઃખ રૂપી વાદળોને વિખેરવા પ્રચંડ વાવાઝોળા સમાન, તો મોહરૂપી દાવાનળ ને ઠારવા અષાઢી મેઘ સમાન છે !!!
> ત્રિલોકમાં રહેલા સર્વ બીજમંત્રોને નમસ્કાર કરતાં એ શ્રેષ્ઠત્તમ પૂણ્યાત્માઓ રૂપી "શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતો" ના ઉત્કૃષ્ટ ગુણોનો સાર એટલે "શ્રી નવકાર મહામંત્ર" !!


નમસ્કાર સમો મંત્ર, શત્રુંજય સમો ગીરીઃ
વીતરાગ સમો દેવ, ન ભૂતો ન ભવિષ્યતિ!!

દશમે અધિકારે, મહામંત્ર શ્રી નવકાર,
મન થી નવી મુકો, શિવસુખ ફુલ સહકાર

એ નવપદ સરીખો, મંત્ર ન કોઈ સાર,
આ ભવે અને પરભવે, સુખ સંપતિ દાતાર


આવા મહામંત્ર શ્રી નવકારના ભાષ્યજાપ પૂ.શ્રી રાહી સાહેબ સૂર અને સંગીતના સથવારે કરાવે છે.
શરૂઆતમાં મુદ્રાઓ સાથે ૐ હ્રી ૐ નો નાદ કરાવે છે. જેથી યોગની દ્રષ્ટિએ કુંભક, રેચક અને પૂરક એ ત્રણે ક્રિયાઓ સહજ રીતે થઈ જતાં શરીર અને મનમાંથી વિકારોનું વિસર્જન થઈ સાત્વિકતાનું સર્જન થાય છે. આ રીતે ત્રણ વખત ઉંડા શ્વાસ ઉચ્છવાસ દરમ્યાન ૐ હ્રી ૐ નો નાદ કરીને સ્વયંને આરાધનામય બનાવી - પદ્માસન અવસ્થામાં ઘુંટણ પર હાથ રાખી અલગઅલગ ચાર મુદ્રામાં ૨૭-૨૭ નવકારનો એક એવા ચાર મણકા પૂરા કરાય છે. પ્રત્યેક મણકાની વચ્ચે સ્તવન ભક્તી તેમજ નવકાર વિષયક જ્ઞાન ગંગા તો ખરી જ. છેલ્લે વિતરાગ મુદ્રામાં અનુષ્ઠાનનો સ્તંભ એવો એક નવકાર મંત્ર ગણાય છે. પ્રથમ ચાર મુદ્રા એટલે;
૧. જ્ઞાન મુદ્રાઃ
મગજના જ્ઞાનતંતુઓ ક્રિયાવંત બને છે, યાદશક્તિ, પ્રસન્નતા, માનસિક એકાગ્રતા, ઓછી ઊંંધમાં સમતોલપણું આવી બુધ્ધિનો વિકાસ થાય છે.
૨. સમન્વય મુદ્રાઃ
શરીરમાં રહેલા તમામ તત્વોનું સંતુલન સમાન વાયુ દ્વારા થાય છે. જેથી સ્વભાવમાં સમાનતાનો ભાવ કેળવાય છે. શરીરના અશક્ત ભાગોનો વિકાસ થાય છે.
૩. પ્રાણ મુદ્રાઃ
પાંચેય પ્રકારના વાયુને વ્યવસ્થિત કરી રક્તની રૂકાવટને દુર કરે છે. આંખોની જ્યોતિ વધે, નિંદ્રાને કાબુમાં લાવે છે. કમજોર વ્યક્તિ શારિરીક અને માનસિક રીતે શક્તિશાળી બને છે.
૪. શંખ મુદ્રાઃ
નાભી કેન્દ્ર સાથે સંકળાયેલી ૭૨૦૦૦ નાડીઓ સશ્કત થવાથી ઈષ્ટ તત્વોનું આગમન થાય છે. અંતરમાં શુધ્ધતા, વાણીમાં સ્પષ્ટતા, અવાજ મધુર થવો, થાઈરોઈડ જેવા રોગો દુર થાય છે. પેટના વિકારો દુર થઈ, નાભી પોતાની જગ્યાએ આવી જાય છે.
અને છેલ્લે
૫. વિતરાગ મુદ્રા (ધ્યાન મુદ્રા):

આપણા શરીરનું કવચ (ઓરા) સકારાત્મક અને શુધ્ધ બને છે, જેથી ધ્યાન મુદ્રામાં મન એકાગ્ર થઈ સમાધિભાવમાં આત્મસાક્ષાત્કારનો અનુભવ થાય છે. અને આપણાં શરીરનું આભામંડળ (Aura) પ્રભાવશાળી બને છે.


આ મુદ્રાઓ સાથે આરાધના દરમ્યાન ભક્તિમાં લીન થઈ પ્રભુને સન્મુખ રાખી બંધ આંખે આ ભાષ્ય જાપ કરાય તો એને શારિરીક રોગો એટલે કે આધિ, વ્યાધિ અને માનસિક રોગો એટલે ઉપાધિમાંથી છૂટકારો મેળવી ઉતરોત્તર ફાયદો થાય છે.

આરાધક પરમ શાંતિ તરફ આગળ વધે છે. સંસારી જીવ માટે "રામબાણ" એવા આ જાપથી માનસિક શાંતિ થતા પારિવારિક સુખ તેમજ સંતોષ ઉત્પન્ન થતાં જીવ સંસારમાં રહીને પણ આધ્યાત્મીકતા તરફ ગતિમાન થાય છે.

પૂ. શ્રી રાહીસાહેબ ના શિષ્યોઃ-

પૂ. શ્રી રાહીસાહેબે ફકત પોતે જ આરાધના કરી કરાવડાવી નથી પણ નવકાર મંત્રનો પ્રસાર પ્રચાર ખુબ ઝડપથી વિસ્તાર પામે માટે લાયક આરાધકોને શિખ્યો તરીકે સ્થાન આપી એમને જ્ઞાન થી દિક્ષિત કરી તૈયાર કર્યા છે. એમાના સૌ પ્રથમ શિષ્ય એટલે શ્રી નિમિષભાઈ રાહી (M - 08866982977, 09221060177 - સુરત ) જેઓ શ્રી રાહી સાહેબ સાથે વર્ષોથી અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવોમાં સેવા આપી રહ્યા હતા. જ્યારે પૂ. રાહી સાહેબે છેલ્લા ૨૧ વર્ષથી નવકાર જાપ અનુષ્ઠાન ચાલુ કરાવ્યા, એ પ્રથમ દિવસથી જ શ્રી નિમિષભાઈ અખંડ પણે દેશના વિવિધ ભાગોમાં નિસ્વાર્થ ભાવે જાપ કરાવી સુપેરે પ્રચાર-પ્રસાર કરાવી રહ્યા છે. અંધેરી (પૂ) માં સળંગ ૧૦૮ મણકા સફળતા પુર્વક પાર પાડયા છે. અત્રે સુરતમાં રહી સમગ્ર ગુજરાતને નવકારમય બનાવી રહ્યા છે.

BMPPP ના પુર્વ પ્રમુખ તેમજ વર્તમાન ટ્રસ્ટી શ્રી હરિશભાઈ ગગુભાઈ છાડવા (મોટી ખાખર - ચેમ્બુર, M - 09967029585) છેલ્લા કેટલાય વર્ષોથી સતત સાહેબ સાથે સંકળાયેલા રહીને નવકાર જાપ કરાવે છે ચેમ્બુરમાં બેસતા મહિનાના જાપ માણવા મોટી સંખ્યામાં આરાધકો પધારે છે. એ સિવાય તેઓ બહાર ગામ પણ જાપ કરાવે છે.

એમના બીજા શિષ્યોમાં શ્રી નરેદ્રભાઈ રણશી સંગોઈ (કપાયા-ચેમ્બુર) પણ ઘણા ય વર્ષો થી સાહેબની સાથે જાપ કરાવે છે.

સૌથી નાની વયના શિષ્ય શ્રી હર્ષ પ્રકાશ દેઢિયા (તલવાણા-ઘાટકોપર, M - 09323554511) - વિધિકાર પણ છે અને લગભગ પૂરા ભારતવર્ષમાં સ્વતંત્ર પણે જાપ કરાવે છે. મુંબઈમાં નિયમિત પણે સેન્ટરોમાં જાપ કરાવે છે. જેની વિગત કેલેન્ડરમાં આપેલી છે.

આ સિવાય શ્રી ભરતભાઈ ખીમજી શાહ (મુંદ્રા-ભાંડુપ, M - 09324954328), શ્રી જીતેન્દ્ર (જીતુભાઈ) વસનજી દેઢિયા M- 09892642000, તેમની દિકરી ફોરમ ગોગરી (દેઢીયા), શ્રી જિગ્નેશભાઈ જગદીશ નાગડા M -09819934474, શ્રી મહેન્દ્રભાઈ જૈન, M - 09820585451, તેમજ શ્રી કિરણભાઈ ગંગર પૂ. શ્રી રાહી સાહેબને જાપમાં સંપૂર્ણ સાથ આપી સાથે રહીને નવકાર જાપ કરાવે છે. શ્રી જીતેન્દ્ર (જીતુભાઈ) વસનજી દેઢિયા અને શ્રી જિગ્નેશભાઈ જગદીશ નાગડા સ્વતંત્ર પણે જાપ કરાવે છે. જેની વિગત કેલેન્ડરમાં આપેલી છે.

પૂ. રાહી સાહેબના શિષ્યો ઉપરાંત એમનું વાધ્યવૃંદ શ્રી મેહુલભાઈ નાયક (9820547940) તેમજ એમનું ગ્રુપ દરેકે દરેક જાપ અનુષ્ઠાનમાં આવીને ખૂબ જ કિફાયતી દરે તાલબધ્ધ સંગીતની અદ્દ્ભુત સૂરાવલીઓ પીરસે છે.

એમની શિષ્યાઓનું બહુજ મોટું સંધબળ એટલે શ્રીમતી સુશિલાબેન રાહી એ સ્થાપેલ "પંચ પરમેષ્ઠી મહિલા મંડળો" જેઓ ઘરે-ઘરે જઈ નવકાર ગૃહ અનુષ્ઠાન કરાવી નવકાર ના પ્રચાર અને પ્રસારમાં સિંહ ફાળો આપી રહ્યા છે.

એ ઉપરાંત , પૂ.શ્રી રાહી સાહેબના સુપુત્ર શ્રી મુલચંદભાઈ (ટીકુભાઈ) તેમજ પુત્રી તુલ્ય પુત્રવધુ સૌ. મીતાબેન પણ સરસ સુમધુર કંઠ ધરાવે છે અને તેઓ પણ મોટા જાપ અનુષ્ઠાનોમાં સાથ આપવા પોતાનો કિંમતી સમય કાઢી આવે છે.

પૂ. રાહી સાહેબના શિષ્યોના નિયમિત જાપ સેંટરોની માહિતી આગળ કેલેન્ડરમાં આપેલી છે.

તો ચાલો, આપની નજીકના સેન્ટરોમાં મહિના માં એકવાર આપણે સૌ આ મહામૂલા મહામંત્ર શ્રી નવકારમંત્રની પૂ.શ્રી રાહી સાહેબ સાથે ઉપર દર્શાવેલ મુદ્રાઓમાં જાપ કરવાની શરૂઆત આજથી જ કરીએ. "કેલેન્ડર"માં જાપના સેંટર તથા તારીખો આપેલી જ છે .
"શુભષ્ય શીઘ્રમ"



"ઘર ઘર ગુંજે શ્રી નવકાર,
એજ અમારો છે નિર્ધાર"