"નવકારનો રણકાર" નિઃશુલ્ક માસિક પત્ર:
આદ્ય તંત્રીશ્રીઃ
સ્વ. શ્રી મુંજાલભાઈ બાબુભાઈ શાહ
હાલના તંત્રીશ્રીઃ
ચીમનલાલ શાહ - કલાધર
(પાલીતાણા-ડોંબીવલી)

ફક્ત અને ફક્ત શ્રી નવકાર મહામંત્રના વિષય પર જ પ્રગટ થતા "નવકાર નો રણકાર" નિઃશુલ્ક માસિક પત્રના સંપાદક તરીકેની જવાબદારી શ્રી ચીમનભાઈ શાહ "કલાધર" તેમજ શ્રી ચંદ્રકાંતભાઈ એમ. શાહ ને ઓગસ્ટ-૨૦૦૪ માં સોંપવામાં આવી. સન ૨૦૧૧ માં શ્રી ચંદ્રકાંતભાઈનું અવસાન થતા શ્રી ચીમનભાઈ કલાધર ને તંત્રી પદે નિમ્યા. તેમજ શ્રીમતી. વાસંતીબેન રમેશ સોની અને શ્રી સોમચંદ વેલજી લોડાયાની સંપાદકો તરીકે નિમણુંક કરી. અનેક આચાર્યો તથા ગુરૂભગવંતોના લેખોને આવરી લેતા આ માસિકપત્રે ૨૦૦૮ થી વાચકોના બહોળા પ્રતિસાદથી નવા રૂપરંગ સાથે નવી રફતાર પકડી અને ખૂબ લોકપ્રિયતા મેળવી. સતત ૧૨-૧૨ વર્ષથી સમયસર પ્રગટ થતું આ માસિક પત્ર બધા આરાધકોને જાપ દરમ્યાન નિઃશુલ્ક આપવામાં આવે છે.તેમજ શ્રમણ શ્રમણી ભગવંતોને પણ નિયમિત મોકલાય છે. આ માસિકનો ૧૦૦ મો અંક "સાધર્મિક ભક્તિ વિશેષાંક" તરીકે પ્રગટ થયેલ.
"નવકારનો રણકાર" ની વિકાસયાત્રા મુખ્યત્વે તેના આધારસ્તંભ દાતાઓ, પેજ શુભેચ્છક દાતાઓ તેમજ સમયે સમયે સહયોગ આપનાર સહયોગી દાતાઓને આભારી છે. પોતાના મનનીય લેખો મોકલનાર વિદ્વાન લેખકો તેમજ વાંચન મનન કરનાર આરાધકો તથા વાંચકોના અમો ખૂબ આભારી છીએ.
આપ સૌ આ માસિક પત્રને વધુ વાંચો અને વધારે સાધર્મીકોને વંચાવો એજ અમારી નમ્ર વિનંતી.

"ઘર ઘર ગુંજે શ્રી નવકાર,
એજ અમારો છે નિર્ધાર"