શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત
વાગડ પ્રિમીયર લીગ (VPL) T-20 સીઝન-૮ ના ક્રિકેટના મહાસંગ્રામનો ભવ્ય પ્રારંભ

છેલ્લા ૭ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા વાગડ પ્રિમીયર લીગ (VPL) T-20 નું આયોજન કરવામાં આવ્યું છે. વાગડ સમાજના ક્રિકેટ રસિકો દ્વારા જેની આતુરતાપૂર્વક રાહ જોવાય છે. એવી આ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ રવિવારે ૨૪ જાન્યુઆરી ના સાંજના ૫.૦૦ વાગ્યાથી સાંતાકૃઝના એર ઈન્ડિયા સ્પોર્ટસ ક્લબના ગ્રાઉન્ડ મધ્યે થયો હતો.

ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ૬ ટીમો તેમના ઓનર્સ અને સ્પોર્ટસ સાથે બહોળી સંખયામાં ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના ક્રિકેટ ચાહકોની હાજરીમાં VPL T-20 સીઝન-૮ ની ભવ્ય ઓપનીંગ સેરેમની યોજાઈ હતી.
ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે દરેક ટીમના ઓનર્સ અને ટીમના તમામ ખેલાડીઓએ સાફા પહેરીને ટીમના ઓનર્સ અને ટીમના તમામ ખેલાડોઓએ સાફા પહેરીને ટીમના થીમ સોંગ, ટીમ ફલેગ અને નાસિક ઢોલના સથવારે વાજતા ગાજતા મેદાનમાં એન્ટ્રી કરી હતી ત્યારે ઉપસ્થિત પ્રેક્ષકોએ તેમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. દરેક ટીમ પોતાના ઓનર સાથે સ્ટેજ પર આવી ગ્રુપ ફોટો પડાવ્યા બાદ સ્ટેજની સામે એક લાઈનમાં ગોઠવાઈ જતી હતી.

દરેક ટીમ ઓનર્સ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ શ્રી જગશીભાઈ દેઢિયાના હસ્તે શ્રીફળ ફોડીને ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી. એ પછી રાષ્ટ્રગીત ગવાયુ હતું. રાષ્ટ્રગીતના સન્માન બાદ ક્રિકેટ કમિટીના ચેરમેન શ્રી દામજીભાઈ બુરીચાએ સીઝન-૮ ની પહેલી મેચનો ટોસ ઉછાળીને મેચની શરૂઆત કરાવી એટલે VPL-8 ના ક્રિકેટના મહાસંગ્રામનો શંખ ફુંકવામાં આવ્યો હતો.


રાષ્ટ્રગીતના સન્માનમાં VPL ઓનર્સ ટીમ, અને સંસ્થાના કમિટી મેમ્બર્સ

દરેક ટીમ ઓનર્સ દ્વારા દિપ પ્રાગટ્ય

સંસ્થાના પ્રમુખ શ્રી જગશીભાઈ દેઢિયાના હસ્તે શ્રીફળ ફોડીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

ટોસ ઉછાળીને ટુર્નામેન્ટની પહેલી મેચની શરૂઆત કરાવી રહેલા ક્રિકેટ કમિટીના ચેરમેન શ્રી દામજીભાઈ બુરિચા સાથે બન્ને ટીમના કેપ્ટન

સંસ્થાના અધિકારી અને ક્રિકેટ કમિટી

પહેલી મેચના મેન ઓફ ધ મેચ મયુર ગાલા - રેડીયન્ટ રંગીલા

ગ્રુપ ફોટોમાં ટીમ ઓનર્સ, ટીમ મેમ્બર્સઃ
રંગોલી વાઈકિંગ્સ

રેડીયન્ટ રંગીલા

ઈન્ટીગ્રેટેડ ઓશવાળ

આવિષ્કાર


પ્રમાણિક પેન્થર્સ

કેનોરીટા કિંગ્સ
વધુ અને મોટા ફોટો જોવા અહીં ક્લીક કરો


##ADVT## ##NOTE##
##CTGKK##