૫,૦૦,૦૦૦/- ની ટર્મ ઈન્સ્યુરન્સ

આર્થિક રીતે નબળા કુટુંબમાં કમાવનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય તો તેના કુટુંબ ઉપર આફત આવી પડે છે. મૃત્યુ પામેલ વ્યક્તિના માતા-પિતા તેમજ પત્ની અને તેના નાના બાળકો નિરાધાર બની જવા ઉપરાંત તેમને પોતાના કુટુંબનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ મુશ્કેલી આવે છે એ માટે શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થા રૂ. ૫,૦૦,૦૦૦ ની LIC અનમોલ જીવન વીમાની પોલીસી કમાવનાર વ્યક્તિને કઢાવીને આપે છે જેના અંદર ઉંમર વર્ષ ૨૫ વર્ષથી લઈને ૩૯ વર્ષ સુધી વ્યક્તિઓનું સમાવેશ થાય છે આ પોલીસી ૨૦ થી ૨૫ વર્ષ સુધી ચાલે છે આ પોલીસીની પ્રિમીયમમાં ૨૫%, ૫૦% અને ૭૫% ટકા સુધી વાગડ કલા કેન્દ્ર રાહત આપે છે આ પોલીસી હેઠળ પોલીસી પુરી થાય ત્યારે કોઈ પૈસા પાછા મળતા નથી. પરંતુ પોલીસીમાં પોલીસીધારકનું કોઈપણ રીતે મૃત્યુ થાય અકસ્માત કે કુદરતી મૃત્યુ થાય તો પોલીસીની રકમ વારસદારને મળે છે આ પોલીસીમાં કોઈ હેલ્થચેકઅપ નથી ફક્ત પોલીસીહોલ્ડરે ઉંચાઈ, વજન, અને શરીર ઉપરનો આઈડન્ટીફિકેશન માર્ક અને રેસીડન્સ પ્રુફ, ઉંમર પ્રુફ, તેમજ ફોટો આઈ ડી પ્રુફ આપવો પડે છે.


##ADVT##