સોમવાર, ૧૯-સપ્ટેમ્બરના પ.પૂ ગુરૂદેવ ગચ્છાધિપતિ આ.ભ.શ્રી દર્શનસાગર સૂરીશ્વરજી મ.સા.ની ૨૩ મી પૂણ્યતિથી દિવસનો કાર્યક્રમ મુલુંડ (પ.) ના શ્રી સર્વોદય જૈન સંઘમાં ખૂબ જ હર્ષોલ્લાસ સહ ભવ્ય રીતે સંપન્ન થયો. કાર્યક્રમમાં ૫ મહાનુભાવોનું " જિન શાસન શ્રાવક રત્ન " બિરૂદથી સન્માન થયું. જેમા નવકારનિષ્ઠ પૂ. ગુરૂદેવ શ્રી જયંતભાઈ રાહી સમ્મિલિત હતા.
વિશેષરૂપે પ.પૂ. રાષ્ટ્રસંત આ.ભ. શ્રી ચંદ્રાનનસાગર સૂરિશ્વરજી મ.સા ને ડોકટરેટની પદવી યુએસ એ સ્થિત કિંગ્ઝ યુનિવર્સીટી તરફથી પદાર્પણ કરવામાં આવશે એમ યુનિવર્સીટીના ચાંસેલર ડો. સર્વેનકુમાર (PHD) તેમજ શિક્ષણિક કેબિનેટના ડો. પ્રકાશન (કર્ણાટક) દ્વારા ઘોષિત કરવામાં આવ્યું. મંચસ્થ મહાનુભાવોમાં વિશેષ રૂપે શ્રી મંગલપ્રભાતજી લોઢા, શ્રી રાજ કે પુરોહિત, મીરાભાયંદરના મહાપૌર શ્રીમતી ગીતાજી જૈન, સુપ્રસિધ્ધ બિલ્ડર્સ શ્રી સુખરાજજી નાહર, શ્રી પ્રકાશ ગંગાધરે, શ્રી મનોજ કોટક તેમજ અન્ય નામાંકિત વ્યક્તિ વિશેષનો સમાવેશ થયો હતો.
આ સંપૂર્ણ કાર્યક્રમના લાભાર્થી માતુશ્રી મદનબેન જ્યોતિચંદ તેલીસરા (ખોડ-ભાડુંપ) તથા સ્વ. માતુશ્રી ફુલીબેન પુનમચંદજી ઓસવાલ (તખતગઢ) હતા.
સૂર સંગીત રેલાવનાર શ્રી નરેન્દ્રજી વાણીગોતાને શ્રી નિખિલ સોનીગરા હતા. કાર્યક્રમના સંચાલક શ્રી ભરતભાઈ કોઠારી તેમજ શ્રી ઓમ આચાર્યજી (ફાલના) એ ઉત્કૃષ્ટ વાણીથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા.
ચતુર્વીધ સંઘની હાજરીમાં હજારોની સંખ્યામાં આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ સાધર્મિક ભક્તિના લાભ સાથે સંપન્ન થયો. આ સુપ્રસંગે મીડીયાની હાજરી નોંધનીય હતી
સંસ્થાની અપડેટ SMS માં મેળવવા આ નંબર પર મિસકોલ કરો: 022-61816189
મોટા ફોટો જોવા અહીં ક્લીક કરો